ભારતે વૈશ્વિક આર્થિક પાવરહાઉસ તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે, ફોર્બ્સની વાર્ષિક અબજોપતિઓની યાદીમાં કુલ 205 અબજોપતિઓ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. આમ ભારત અમેરિકા અને ચીનથી પાછળ રહી ગયું છે. ભારતના અબજોપતિઓની સંયુક્ત સંપત્તિ નોંધપાત્ર રીતે વધીને $1.1 ટ્રિલિયન થઈ ગઈ છે, જેનું મુખ્ય કારણ શેરબજારમાં તેજી અને આર્થિક સુધારા છે. વિશ્વના ટોપ-૩ દેશોમાં ભારતનો સમાવેશ થયો છે તે ગૌરવની વાત છે .
વિશ્વભરમાં અબજોપતિઓની સંખ્યા સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે, ફોર્બ્સની 2025 અબજોપતિઓની યાદીમાં 3,028 વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જે ગયા વર્ષ કરતા 247 વધુ છે. તેમની સામૂહિક સંપત્તિ ૧૬.૧ ટ્રિલિયન ડોલર વધી ગઈ છે, જે ગયા વર્ષ કરતાં ૨ ટ્રિલિયન ડોલર વધુ છે, જે અમેરિકા અને ચીન સિવાયના દરેક દેશના જીડીપી કરતાં વધુ છે. સરેરાશ અબજોપતિની સંપત્તિ હવે $5.3 બિલિયન છે.
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિઓ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 92.5 બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ૧૮મા સૌથી ધનિક વ્યક્તિ છે. અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી $56.3 બિલિયનની નેટવર્થ સાથે 28મા ક્રમે છે.
ભારતીય અબજોપતિઓમાં સાવિત્રી જિંદાલ, શૂવ નાદર, દિલીપ સંઘવી, સાઇરસ પૂનાવાલા, કુમાર બિરલા, લક્ષ્મી મિત્તલ, રાધાકીશન દામાણી, ઉદય કોટક, સુનિલ મિત્તલ, અઝીમ પ્રેમજી વગેરેનો પણ સમાવેશ થાય છે .
