આસારામ બાપુને કેટલા વર્ષે જેલની બહાર આવવાની તક મળી ? વાંચો
દુષ્કર્મ કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહેલા આસારામ બાપુને 11 વર્ષ બાદ રાજસ્થાન હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી હતી . કોર્ટે સારવાર માટે આસારામના 7 દિવસના પેરોલ મંજૂર કર્યા હતા. હકિકતમાં, જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામની તબિયત અચાનક લથડી હતી. જે બાદ રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની બેન્ચે તેને પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જવા વચગાળાના પેરોલની મંજૂરી આપી હતી.
આસારામની તબિયત અચાનક લથડી ગઇ હતી, તેણે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરતાં જેલના અધિકારીઓએ તેને જોધપુર એઇમ્સ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ બાદ દાખલ કર્યા હતા.
આસારામની તબિયત ખરાબ થવાના સમાચાર સાંભળતા જ એઇમ્સ હોસ્પિટલ બહાર તેના સમર્થકોની ભીડ જામી હતી. આસારામને 2018માં જોધપુરની વિશેષ પોકસો કોર્ટે તરૂણ બાળકી સાથે દુષ્કર્મ કરવા બદલ આજીવન કેદની સજા સંભળાવી હતી.