સિસોદિયાનોમ જેલવાસ કેટલો લંબાયો ? વાંચો
આપ નેતા મનીષ સિસોદિયાનો જેલવાસ 18 મી સુધી લંબાયો
દારૂનીતીકાંડમાં જેલવાસ ભોગવી રહેલા દિલ્હીની આપ સરકારના નેતા મનીષ સિસોદિયાનો જેલવાસ શનિવારે 18 મી એપ્રિલ સુધી લંબાઈ ગયો હતો. દિલ્હીની કોર્ટ દ્વારા જેલવાસ લંબાવતો આદેશ અપાયો હતો.
સિસોદિયાની કસ્ટડીની મુદત પૂરી થતાં એમને અદાલતમાં રજૂ કરાયા હતા અને વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ જેલવાસ 18 મી એપ્રિલ સુધી લંબાવતો હુકમ કર્યો હતો. બે દિવસ પહેલા જ મનિષે એમ કહ્યું હતું કે થોડા જ દિવસોમાં પોતે જેલની બહાર આવી જશે.
એમની પાર્ટીના જ નેતા સંજય સિંહને તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટથી જામીન મળી ગયા હતા અને તેઓ 6 માસ બાદ જેલની બહાર આવ્યા હતા. એમણે જેલની બહાર ટેકેદારોને સંબોધતાં કહ્યું હતું કે જેલના તાળાં ખૂલી જશે અને બધા બહાર આવી જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2023 માં સિસોદિયાની સીબીઆઇ અને ઇડી બંનેએ ધરપકડ કરી હતી. ત્યારબાદ સિસોદિયાએ મંત્રી મંડલમાંથી રાજીનામું આપી દીધું હતું.