ક્યાં સર્જાયો ગંભીર અકસ્માત ? કેટલા લોકોના મોત ? વાંચો
યુપીથી રુદ્રપ્રયાગ જતો ટેમ્પો અલકનંદા નદીમાં જઈ પડ્યો; વાહનમાં 23 મુસાફરો હતા; કેટલાકની હાલત ગંભીર
ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઈવે પર શનિવારે એક મોટો અને ભારે કરુણ માર્ગ અકસ્માત થયો હતો. એક ટેમ્પો ટ્રાવેલર નદીમાં પડી જતાં 12 યાત્રાળુઓના મોત થયા હતા અને કેટલાક ઘાયલ થઈ ગયા હતા. આ પૈકીનાં કેટલાની હાલત ગંભીર જણાવાઈ હતી. આ કમનસીબ વાહન યુપીથી રુદ્રપ્રયાગ તરફ જઈ રહ્યું હતું ત્યારે અલકનંદા નદીમાં જઈ પડ્યું હતું. બધા કમનસીબ લોકો ધાર્મિક યાત્રા પર નીકળ્યા હતા.
ટ્રાવેલરમાં લગભગ 23 મુસાફરો હતા. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને પોલીસની ટીમો બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા અને તેમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ટીમ ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ ગઈ હતી. રાહત બચાવ કાર્ય શરૂ કરી દેવાયું હતું. પોલીસના જણાવ્યા મુજબ વાહનમાં 23 લોકો સવાર હતા.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વિટર પર પોસ્ટ મૂકીને કહ્યું હતું કે ‘રુદ્રપ્રયાગ જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
તેમણે આગળ લખ્યું, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મૃતકોની આત્માને શાંતિ મળે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે. હું બાબા કેદારને ઈજાગ્રસ્તોના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરું છું.
પ્રવાસી યુપીથી રૂદ્રપ્રયાગ જઈ રહ્યા હતા
ગઢવાલના આઈજી કરણ સિંહ નાગ્યાલે જણાવ્યું હતું કે, “રુદ્રપ્રયાગ એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. .ટેમ્પો ટ્રાવેલર નોઈડા (યુપી)થી રૂદ્રપ્રયાગ તરફ આવી રહ્યું હતું…તે 150-200 મીટર ઊંડી ખીણમાં પડી ગયું.