ઔરંગઝેબ લની કેબરના વિવાદને નિરર્થક ગણાવ્યો
વોટ્સએપ યુનિવર્સિટી નો ઇતિહાસ નહીં પણ સાચો ઇતિહાસ વાંચો: રાજ ઠાકરે
રાજકારણીઓ ઇતિહાસના નામે અંદરો અંદર લડાવે છે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ લોકોને બનાવટી ઇતિહાસથી સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ઇતિહાસના નામે રાજકારણીઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે લોકોને અંદરો અંદર લગાવી રહ્યા છે.
ગુડી પડવા નીમિત્તે શિવાજી પાર્કમાં રેલીને સંબોધતા તેમણે લોકોને સાચો અને વિશ્વાસપાત્ર ઇતિહાસ વાંચવા વિનંતી કરી હતી. તેમણે લોકોને વોટ્સએપ યુનિવર્સિટી ના ઇતિહાસ અને વોટ્સએપ ઉપર ફેલાતા ફેક મેસેજથી સાવધ રહેવા જણાવ્યું હતું.
ઔરંગઝેબની કબર ના વિવાદ અંગે તેમણે કહ્યું કે આપણને જળાશયો અને વૃક્ષોની ચિંતા નથી પણ આપણે ઔરંગઝેબમાં વ્યસ્ત છીએ. તેમણે ઉમેર્યું કે ઔરંગઝેબી 24 વર્ષ મહારાષ્ટ્રમાં રહ્યો હતો. તેણે શિવાજીની વિચારધારા અને ખતમ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ આજે પણ શિવાજીના આદર્શો જીવંત છે.
આજે ઔરંગઝેબ અને શિવાજીના નામે થતાં વિભાજન તરફ નિર્દેશ કરતા તેમણે કહ્યું કે શિવાજીના પુત્ર સંભાજી મહારાજે ઔરંગઝેબના પુત્રને આશરો આપ્યો હતો. શિવાજી મહારાજે જેને મારી નાખ્યો હતો એ અફઝલ ખાનની બીજાપુરમાં કબર છે. એ કબર શિવાજી મહારાજની અનુમતિથી જ બની હશે ને? તેવો સવાલ તેમણે કર્યો હતો. તેમણે સૂચન કર્યું કે ઔરંગઝેબની કબર દૂર કરવાને બદલે ત્યાં લખવું જોઈએ કે અમે આ રાજાને મારી નાખ્યો હતો.
રાજ ઠાકરેએ ઇતિહાસને તોડી મરોડીને રજુ કરવાની પ્રવૃત્તિની નિંદા કરતાં અને છાવા ફિલ્મ તરફ નિર્દેશ કરતા કહ્યું કે જે લોકો ફિલ્મો જઈને જાગૃત થાય છે તેનો કોઈ ઉપયોગ નથી. તેમણે એવાલ સવાલ કર્યો,”
શું તમે સંભાજી મહારાજના બલિદાન અંગે વિકી કૌશલ કે ઔરંગઝેબ વિશે અક્ષય ખન્ના પાસેથી જાણકારી મેળવી છે?
રાજ ઠાકરેએ કહ્યું કે ભારતનો વિકાસ માત્ર ધર્મ પર નહીં થાય. ધર્મ ઘરની ચાર દીવાલોમાં રહેવો જોઈએ.
તેમણે હિન્દુઓ જ્ઞાતિ જાતિ માં વિભાજીત હોવાનું જણાવીને કહ્યું કે અત્યારે તો જ્યારે રમખાણો થાય અને મુસ્લિમો રસ્તા ઉપર ઉતરી આવે ત્યારે હિન્દુઓને ખબર પડે છે તે પોતે હિન્દુ છે.