ધોરાજી ભાદર નદીના કાંઠેથી પોલીસે દારૂની 126 બોટલો કબજે કરી
ધોરાજીમાં તાલુકા પોલીસ દ્વારા ભાદર નદીના કાંઠેથી વિદેશી દારૂની 126 બોટલો પકડી પાડવામાં આવી હતી.વધુ વિગત મુજબ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, ભાદર નદીના કાંઠે, ખોડીયાર મંદીર પાછળ,કાંટાની વાડમાં પરબત કરમટાએ દારૂનો જથ્થો છુપાવ્યો છે.જેથી પોલીસે દરોડો પાડી દારૂની 126 બોટલો જેની કિંમત 46 હજાર કબજે કરી હતી.અને બુટલેગર પરબત સ્થળ પર મળી ન આવતા તેની સામે ગુનો નોંધી શોધખોળ કરવામાં આવી છે.