શેરબજારની તેજીના પગલે સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સની આવકમાં જોરદાર ઉછાળો
રોકાણકારોની એસ.ટી.ટીમાં ઘટાડો અથવા શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ટેક્સ માં રાહતની બજેટમાં અપેક્ષા
હાલમાં એસ.ટી.ટી અને શોર્ટ ટર્મ-લોંગ ટર્મ ટેક્સ ની બધી જ જવાબદારી રોકાણકારો પર
હાલમાં શેરબજારમાં તેજીના પગલે સરકારને સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેકસમાં ખૂબ જ મોટી આવક થઈ રહી છે. શેરબજારમાં વધતાં જતાં ટર્ન ઓવરને લઈને સરકારને ટેક્સ ની આવકમાં મોટી વૃદ્ધિ જોવા મળી રહી છે. શેરબજારના રોકાણકારો પર ટેક્સ નું ભારણ વધારે છે. સિક્યુરિટીઝ ટ્રાન્ઝેક્શન શેરો ખરીદ-વેચાણ ઉપર વસૂલવામાં આવે છે. ઉપરાંત નફા પર શોર્ટ ટર્મ ટેક્સ અથવા લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્સની પણ જવાબદારી હોય છે. આમ,જોવા જઈએ તો ડબલ ટેક્સ ચૂકવવાનો આવે છે. સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવવાની હોય છે.ઉપરાંત જી.એસ.ટી પણ ચૂકવવાનો થાય છે એટલે આમ,જોવા જઈએ તો ત્યાં પણ ડબલ ટેક્સ લાગુ પડે છે.
આવનારા બજેટમાં નાના રોકાણકારોને આમાંથી મુક્તિ મળે તેવી એક માંગ ઉભી થઈ છે.જો આ ડબલ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળે તો શેરબજારમાં લોકો નાણાં રોકવા વધુને વધુ પ્રેરાય અને બજારમાં તંદુરસ્ત તેજીનું વાતાવરણ બને.
રોકાણકારોને એસ.ટી.ટી ઉપરાંત લોંગ ટર્મ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઉપરાંત જી.એસ.ટી,સ્ટેમ્પ ડ્યુટી , એક્સચેન્જ ટર્ન ઓવર ટેક્સ, સેબી ફી , બ્રોકરની બ્રોકરેજ અને ડિપોઝીટરી નો ચાર્જ પણ ભોગવવાનો હોય છે . આમ 8 થી 10 પ્રકારના ખર્ચાઓ લાગતા હોય છે,જેનાથી નફાનું ધોવાણ થતું હોય છે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણીના જણાવ્યાનુસાર શેરબજારમાં ટેક્સ નું ભારણ વધારે છે.આગામી બજેટમાં રોકાણકારોને અપેક્ષા છે કે કોઈપણ રીતે ટેક્સ માં ઘટાડો કરવામાં આવે.જો ટેક્સ માં રાહત મળશે તો સરવાળે શેર બજારમાં રોકાણ વધશે અને સરકારને પણ ટન ઓવર વધવાથી ટેક્સ ની આવકમાં કોઈ ઘટાડો જોવા નહીં મળે.આમ,લોકો બજાર માં રોકાણ કરવા પ્રેરાશે.
આવનારા બજેટ ઉપર શેરબજારને મોટી અપેક્ષા છે. શેર બજાર માટે આવનારા દિવસો મહત્વના રહેશે અને જો ટેક્સ માં રાહત આપવામાં આવશે તો શેર બજાર મોટી તેજી આવશે તેમાં કોઈ શંકા નથી.