ઈતિહાસ રચી દેનારા મેરેથોન રનર કેલ્વિનનું કાર અકસ્માતમાં મોત
કોચનું પણ મૃત્યુ, એક મહિલા ઘાયલ
કેન્યાના મેરેથોન રનર કેલ્વિન કિપ્તુમ જેના નામે વર્લ્ડ રેકોર્ડ તો અને જે પેરિસ ઓલિમ્પિક માટે ટોચનો દાવેદાર હતો તેનું પશ્ચિમ કેન્યામાં એક કાર દૂર્ઘટનામાં દુ:ખદ નિધન થયું છે. ૨૪ વર્ષીય એથ્લીટ અને તેના કોચનું એક પ્રવાસ દરમિયાન કાર પલટી જવાને કારણે મૃત્યુ થયું છે.
કારમાં ત્રણ લોકો હાજર હતા જેમાંથી બેના મોત થયા છે અને મહિલા મુસાફર ગંભીર રીતે ઘાયલ થ, છે. આ દૂર્ઘટના એલ્ગેયો મરાકવેટમાં બની હતી.
શિકાગોમાં ૨:૦૦:૩૫નો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવનાર કિપ્તુમ મેરેથોનની દુનિયામાં પ્રસિદ્ધ બન્યો હતો જે એલિયુડ કિપચોગેના પાછલા રેકોર્ડને પાર કરી ગયો હતો. રેકોર્ડ તોડતી વખતે કિપ્તુમ માત્ર ૨૩ વર્ષનો હતો અને તેણે માત્ર ત્રણ જ મેરેથોનમાં ભાગ લીધો હતો. તે ૨૦૨૨માં વેન્સેલિયામાં પોતાની પહેલી રેસમાં પણ જીત્યોહતો અને ત્યારબાદ આગલા વર્ષે લંડનમાં વધુ એક શાનદાર જીત હાંસલ કરી હતી. કિપ્તુમે ૧૪ એપ્રિલે રૉટરડેમમાં બે કલાકથી ઓછા સમયમાં એક સત્તાવાર મેરેથોન પૂર્ણ કરવાનો પ્રયાસ કરીને ઈતિહાસ રચવાની યોજના બનાવી હતી. તેના અસાધારણ પ્રદર્શને તેને પેરિસ-૨૦૨૪માં સમર્સ ઓલિમ્પિક માટે સૌથી આગળ રાખ્યો હતો.